ઈયુમાં અપ્રૂવ તમામ વાળી રસી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત….!!રસીકરણમાં વુદ્ધ લોકોને અપાઈ છે પ્રાથમિકતા

યુરોપીયન મેડિકલ એજન્સીએ કહ્યું કે યુરોપીયન યૂનિયન (ઈયુ)માં અપ્રૂવ તમામ 2 ડોઝ વાળી રસી કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત છે.

તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટના વધતા મામલાને લઈને વધતી ચિંતાઓથી અમે અવગત છીએ. હકિકતમાં ઈએમએએ આ નિવેદન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના  તે વક્તવ્ય બાદ આપ્યું છે જેમાં યુરોપમાં ડેલ્ટા વેરિએન્ટના પ્રસારને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

EMA એ કહ્યું કે યુરોપમાં કહેરને ધ્યાનમાં રાખીને રસીકરણમાં  વુદ્ધ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. એજન્સીએ તમામ રસી નિર્માતા કંપનીઓને કહ્યું છે કે કોરોનાના નવા વેરિએન્ટની વિરુદ્ધ પોતાની રસીની અસર પર સ્ટડી કરે.

ઉલ્લેખનીય  છે કે હાલમાં જ યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટનો ખરાબ પ્રસાર થઈ શકે છે. ખાસ કરીને એ યુવાનોમાં જેમણે વેક્સિન નથી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news