મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા, કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો, સ્ટોક ખતમ થવાને આરે

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિ આવી છે.

જેથી રાજ્યમાં વધુ રસીનો જથ્થો પુરો પાડવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે 20થી 40 વર્ષના લોકોને રસી આપવાની માગ કરી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 14 લાખ રસીના ડોઝ છે. તો અત્યાર સુધીમાં 85 લાખથી વધુ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. નવા કેસમાં વિશ્વમાં ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર પહોંચ્યું છે. આ કિસ્સામાં બ્રાઝિલ અને યુ.એસ. જ આગળ છે. છેલ્લા 24 કલાકના સમયગાળાના કોરોના ચેપના 55,469 નવા કેસો બહાર આવ્યા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 31.13 લાખ લોકો માહામારની ચપટેમાં આવ્યા છે. જેમાંથી 25.83 લાખ લોકો સાજા થયા છે અને 56,330 લોકોનાં મોત થયા છે. હાલમાં 4.72 લાખ લોકો સારવાર લઈ રહ્યાં છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બની રહી છે, જે સ્થિતિ એક વર્ષ અગાઉ હતી તેના કરતા વધુ ગંભીર સ્થિતિ હવે જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે રેકોર્ડ છે. આ ઉપરાંત એક્ટિવ કેસ ફરી 10 લાખના આંક તરફ વધી રહ્યાં છે.

દિલ્હીમાં 4459 બેડ્સ ખાલી છે, પરંતુ અહીં પણ રોજીંદા કેસ 4-5 હજારથી વધુ આવતા હોવાથી બેડ્સ ઝડપથી ભરાઈ રહ્યાં છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને બુધવારે આ મુદ્દે કહ્યું કે,‘રાજ્ય સરકારે છેલ્લા 3 દિવસમાં 2 હજાર નવા બેડ્સનો ઉમેરો કર્યો છે, આ તમામ બેડ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે.’ વાત પુણેની કરીએ તો અહીં 15 દિવસથી રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.

લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો..

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news