રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IBએ તૈયાર કર્યો રિપોર્ટ,રથયાત્રાને લઈ 24 જૂન બાદ રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IB એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે સેન્ટ્રલ IB ના આ રિપોર્ટમાં રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન આ વખતે રદ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે.

સેન્ટ્રલ IB એ તૈયાર કરેલા આ રિપોર્ટને આધારે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે IB એ પોતાના રિપોર્ટમાં IMAના તારણોનો હવાલો પણ આપ્યો છે. અને કહ્યું છે કે જ્યાં સુધી 100 ટકા વેક્સિનેશન ન થાય ત્યાં સુધી ધાર્મિક જમાવડાઓ યોજવા યોગ્ય નથી.

ગયા વર્ષે પણ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવામાં આવી હતી ત્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે ત્યારે રથયાત્રાને લઈને IBએ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું આયોજન રદ કરવામાં આવે.

રાજ્યમાં રથયાત્રા સહિત આવનારા તહેવારો અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રાના પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો ભેગા થઇ શકે છે. જેના કારણે સંજોગો બગડી શકે છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.

તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ઘાર્મિક સ્થળોમાં વધારે ભીડભાડ જોવા મળે છે.

તંત્ર દ્વારા આ વર્ષે રથયાત્રા ટ્રક, અખાડા, ભજન મંડળીઓ, ભક્તો વગર માત્ર ત્રણ રથ સાથે જ કાઢવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news