રેકોર્ડબ્રેક : ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક

 દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આ વર્ષે એટલે કે જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન માં જ ભરપૂર માત્રામાં પાણીની આવક આવતા ડેમના સંચાલકોએ ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવાને માટે ગેટ ઓપરેશન સાથે હાઈડ્રો પાવર સ્ટેશન માંથી પાણી છોડવાની કાર્યવાહી જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શરુ કરી હતી, અને જેને પગલે સતત હાઈડ્રો પાવર સ્ટેશનના યુનિટોમાંથી પાણી છોડાતા આ વર્ષે રેકોર્ડબ્રેક વીજ ઉત્પાદન થયું છે.

તાપી જીલ્લાના ઉકાઈ વિસ્તાર ખાતે આવેલ ઉકાઈ ડેમ કે જેના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી જુલાઈ ઓગસ્ટ માસમાં મોટા પ્રમાણમાં પાણીનો આવરો આવતા ડેમનું રુલ લેવલ જાળવવાને માટે ડેમના સંચાલકોએ પાણી છોડવાની તજવીજ પહેલેથી શરુ કરી દીધી હતી, જેમાં હાઈડ્રો પાવર સ્ટેશનના 75 મેગાવોટનાં ચાર યુનિટોમાંથી તસબક્કાવાર પાણી છોડીને સતત ચલાવીને ઓગસ્ટ માસમાં હમણા સુધીનું મહત્તમ વીજ ઉત્પાદન સાથે 78 કરોડથી વધુ રૂપિયાની એક જ માસમાં આવક મેળવી છે, ડેમ અને હાઈડ્રો પાવર સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ અને સરકારની કુનેહ શક્તિને કારણે ફ્લડ કંટ્રોલ કરવાની સાથે સાથે એક જ માસમાં તોતિંગું વીજ ઉત્પાદન મેળવી સરકારી તિજોરીને પણ આવક પ્રાપ્ત થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.