આરોગ્ય એન્જીનિયરિંગ વિભાગમાં નીકળી ભરતી , આ તારીખે કરી શકો છો અરજી

જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ (HEALTH ENGINEERING) વિભાગએ એન્જિનિયરના (ENGINEER) પદો માટે અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર (CANDIDATE) છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી (APPLICATION) કરવાની છેલ્લી તારીખ ૧૦મી ડિસેમ્બર છે.

ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવા માટે WBPHEDની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માની યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં સ્નાતક ડિગ્રી/ ડિપ્લોમા હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ નોટિફિકેશન જોઈ લેવું. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 50 જગ્યા ઉપર અરજી કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. તેઓ અરજી કરતા પહેલા જાહેર કરેલ નોટિફિકેશન વાંચીને યોગ્ય ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારોને ૨૮૦૦૦ રુપિયા પગાર તરીકે ચૂકવવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારોને અરજીઓના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.તેઓને વોક ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂની માહિતી ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news