રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો- મુસ્લિમોના અંગો કાઢીને કોરોના પીડિતોની સારવાર કરી રહ્યું છે ચીન

દુનિયાભરમાં કોરોના વાયરસ Covid-19 ના કેસ વધી રહ્યા છે. ચીનમાં આ રોગ વધારે જ બેકાબૂ બની ગયો છે. જોકે, હવે કોરોના વિરુદ્ધ ચીનનું અભિયાન શંકાના દાયરામાં આવી ગયું છે. એક રિપોર્ટ પ્રમાણે ચીન સરકાર કેમ્પોમાં બંધ હજારો ઉઇગર મુસ્લિમો નાં અંગો કાઢીને પીડિતોની સારવાર કરી રહ્યું છે.

ડેઇલી સ્ટાર અને બાઇલાઇન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રસિદ્ધ ઇન્વેસ્ટિગેશન પત્રકાર સીજે વર્લમેને દાવો કર્યો છે કે આવા અનેક કેસ સામે આવ્યા છે, જેમાં કોરોના વાયરસ પીડિતનો જીવ બચાવવા માટે કોઈ અંગની જરૂર પડી હોય અને તેને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોય. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે ચીન પર કોઈ આક્ષેપ લાગ્યો હોય. આ પહેલા સપ્ટેમ્બર 2019માં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, ડિટેન્શન કેમ્પોમાં બંધ મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

સીજે વર્લમેનના જણાવ્યા પ્રમાણે ચીનમાં થોડા દિવસ પહેલા જ પ્રથમ વખત ડબલ ટ્રાન્સપ્લાન્ટના સફળ ઑપરેશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઑપરેશન 59 વર્ષના એક વ્યક્તિનો જીવ બચાવવા માટે કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને કારણે આ વ્યક્તિના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. કોરોના વાયરસને પગલે અંગોની અછત હોવા છતાં આ વ્યક્તિને પાંચ જ દિવસમાં અંગો મળી ગયા હતા. આથી ફરીથી એવા સવાલો ઉઠ્યા છે કે આખરે આ અંગો ક્યાંથી આવી રહ્યા છે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.