હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ, ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ..

હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ, ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ ઘોઘા-હજીરા વચ્ચેનું દરિયાઈ માર્ગે માત્ર સાડા ત્રણ કલાકમાં અંતર કપાશે સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસ ટેકનો – ઇકોનોમીક કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે. દરિયાઇ માર્ગે માત્ર 3.5 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે રિન્યૂએબર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરી ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત કરશે. દિવસમાં બે વખત હજીરા-ઘોઘા વચ્ચે ચાલશે આ સુવિધાની પુનઃશરૂઆત સાથે હવે પ્રવાસીઓ દિવસમાં બે વખત હજીરા-ઘોઘા અને ઘોઘા-હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત કરશે. વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.