ઋતુરાજ ગાયકવાડની પત્નીએ જીત્યું લોકોનું દિલ, મેદાન પર MS ધોનીના કર્યા ચરણસ્પર્શ…

IPL 2023ના અંત પછી રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ બધાની સામે પતિના ચરણ સ્પર્શ કરતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, જ્યારે રીવાબા જાડેજાના પગને સ્પર્શે છે, ત્યારે CSK ઓલરાઉન્ડર તેને ગળે લગાવે છે. આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની ભાવિ પત્ની ઉત્કર્ષા પવારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટ્રોફી જીત્યા પછી ઉત્કર્ષા એ મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કર્યા હતા.

મળતી જાણકારી મુજબ ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષા પવાર 3 જૂને એટલે આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બંનેની મહેંદી રસમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. માહિતી અનુસાર, ઉત્કર્ષ પવાર પણ એક ક્રિકેટર છે, જે સ્થાનિક સર્કિટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.