રોકાણકારોએ ભારતમાં દર્શાવ્યો ભરોસો,નીતિગત સુધારા, રોકાણમાં સરળતા અને વેપાર સુગમતાના લીધે વધ્યું FDI

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર, ઇક્વિટીમાં FDI નું રોકાણ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 42.34 અબજ ડોલર રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં કુલ FDI (મળેલી કમાણીના ફરીથી રોકાણ સહિત) 15 ટકા વધીને 72.12 અબજ ડોલર થઈ છે.

2020-21માં એપ્રિલથી જાન્યુઆરીમાં કુલ FDI ઇનફ્લો 72.12 અબજ ડોલર રહ્યો છે. ” નિવેદન મુજબ, કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં તે અત્યાર સુધીની સૌથી વધુ FDI છે. રોકાણ કરનારા દેશોમાં, સિંગાપોર કુલ FDI ઇક્વિટી પ્રવાહમાં 30.28 ટકા શેર સાથે પ્રથમ ક્રમે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં FDI ના સંદર્ભમાં કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્ર ટોચ પર હતું. આ ક્ષેત્રમાં કુલ FDI નો 45.81 ટકા હિસ્સો આવ્યો હતો. આ પછી કન્સ્ટ્રક્શન (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) પ્રવૃત્તિઓ (13.37 ટકા) અને સેવાઓ (7.80 ટકા) હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news