સચિન પાયલોટની ડે.સીએમ અને રાજસ્થાન કોંગ્રેંસના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી

 

રાજસ્થાનમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણના પગલે ફરી કોંગ્રેસની આબરુના ધજાગરા થયા છે.આવામાં રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની મળેલી બેઠકમાં મહત્વૂપર્ણ નિર્ણયો લેવાયા છે.

વિધાયક દળની બેઠકમાં જે ધારાસભ્યો હાજર નથી રહ્યા તેમના પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત ગહેલોટ સામે ખુલ્લેઆમ મેદાને પડનારા સચિન પાયલોટને ડેપ્યુટી સીએમ પદેથી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષપદેથી હટાવી દેવામાં આવતા હવે રાજસ્થાનમાં સત્તા માટેનો જંગ વધારે ઉગ્ર બને તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.માત્ર સચિન પાયલોટ જ નહી તેમના સમર્થક મંત્રીઓને પણ મંત્રીમંડળમાંથી રવાના  કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે પાયલોટને મનાવવા માટે કોંગ્રેસના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે.એટલે સુધી કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ ફોન કર્યા પછી પણ પાયલોટ માનવા તૈયાર નહોતા થયા.આ સંજોગોમાં કોંગ્રેસે  તેમની સામે કાર્યવાહી કરવાનુ મન બનાવી લીધુ  હતુ. આમ કોંગ્રેસમાંથી સચિન પાયલોટની હકાલપટ્ટી થઈ છે.

આ પહેલા કોંગ્રેસે ગહેલોટને સીએમ પદેથી હટાવવા માટે  પાયલોટની માંગણી સ્વીકારી નહોતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news