સલમાનને ફરી મળી બિશ્નોઇ ગેંગની ધમકી, ગેલેક્સી બહાર ટાઇટ સિક્યોરિટી, પોલીસનો કાફલો પણ તૈનાત

બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનના જીવન પર મંડરાયેલો ખતરો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે સલમાન ખાનને ગેંગસ્ટર ગોલ્ડી બરારે ધમકી આપી છે. જે બાદ તેમના ઘરની બહાર કડક સિક્યોરીટી કરી દેવામાં આવી છે અને આ સાથે જ આખી રાત મુંબઈ પોલીસના કર્મચારીઓ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સીની બહાર પેટ્રોલિંગ કરતા પણ મળ્યા હતા.

નોંધનીય છે કે સલમાન ખાનને તેની ઓફિસમાં ઈ-મેલ મોકલીને ધમકી આપવામાં આવી છે. આ પછી મુંબઈ પોલીસે ‘ગેંગસ્ટર’ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર વિરુદ્ધ FIR નોંધી છે. એ બાદ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે અને જે પછી ફેન્સની ચિંતા પણ વધી ગઈ છે. વિડીયોમાં જોવા મળે છે કે પોલીસ સંપૂર્ણ એક્શનમાં છે અને તેઓ ગેલેક્સીની બહાર ભીડને પણ એકઠી નથી થવા દેતા.

જણાવી દઈએ કે 18 માર્ચે સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન સાથે ‘વાત’ કરવાની માંગ કરવામાં આવી છે. આ મેલ રોહિત ગર્ગના નામે મળ્યો છે. ઈ-મેલમાં લખ્યું હતું કે, ‘ગોલ્ડી બરારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે આ આખો કિસ્સો બંધ કરવો હોય તો વાત કરી લેજો, જો તમારે રૂબરૂ કરવી હોય વાત તો તેમ કહો અને મેં તમને સમયસર જાણ કરી છે હવે આવતી વખતે ઝટકો જોવા મળશે…’ આ ઈ-મેલ હિન્દીમાં લખવામાં આવ્યો હતો

આ વિશે એફઆઈઆર નોંધવામાં આવી છે અને અધિકારીએ આ વિશે જાં કરતાં કહ્યું હતું એ, ‘ગુંજલકર નામનો કર્મચારી શનિવારે બપોરે ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઓફિસમાં હતો ત્યારે તેણે જોયું કે ‘રોહિત ગર્ગ’ના આઈડી પરથી ઈ-મેલ આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી. આ બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120-B, 506-II અને 34 હેઠળ એફઆઈઆર નોંધી છે અને બાદ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.