સેમસંગ લાવી રહ્યું છે રૂ. 17,000નો દમદાર 5જી ફોન, લોકોએ કહ્યું- તમારા જેવું સુંદર કોઈ નથી…

સેમસંગ નવા વર્ષમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. કંપની 18 જાન્યુઆરીએ A-Series નો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનનું નામ Samsung Galaxy A14 5G છે. એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં Galaxy A14 5Gની કિંમત જાહેર કરવામાં આવી છે અને ફોનની કિંમત વિશે માહિતી આપવામાં આવી છે તો આવો જાણીએ Samsung Galaxy A14 5G વિશેની ખાસ વાતો…

મળતા મીડિયા સમાચાર અનુસાર, ભારતમાં Galaxy A14 5G 4GB RAM + 64GB સ્ટોરેજ મોડલની કિંમત 16,499 રૂપિયા હશે. 4GB + 128GB અને 6GB + 128GB મોડલની કિંમત અનુક્રમે રૂ. 19,499 અને રૂ. 21,999 હશે.

Samsung Galaxy A14 5G માં 90Hz રિફ્રેશ રેટ અને ટોચ પર વોટરડ્રોપ નોચ સાથે 6.6-ઇંચ FHD+ IPS LCD ડિસ્પ્લે હશે અને Galaxy A14 5G ને MediaTek Dimensity 700 પ્રોસેસર મળશે, જે 4GB અથવા 6GB RAM અને 64GB અથવા 128GB સ્ટોરેજ દ્વારા સંચાલિત હશે.

Samsung Galaxy A14 5G માં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે અને જેમાં 50MP પ્રાથમિક કેમેરા, 2-2MP મેક્રો અને ડેપ્થ કેમેરા હશે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 13MP કેમેરા હશે.

Samsung Galaxy A14 5G ને 15W ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી મળશે. ફોનનું વજન 202 ગ્રામ હશે જેમાં કનેક્ટિવિટી માટે, 5G, 4G, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB Type-C પોર્ટ શામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.