સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ રાતે કરી રહ્યો છે

કોરોન ાવાયરસ મહામારીના કારણે શૂટિંગ અટકી ગયા હતા. હવે જ્યારે શરૂ થયા છે ત્યારે, બોલીવૂડના માંધાતાઓ તેને જલદી પૂરા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. સંજય લીલા ભણશાલીએ પણ એક નવું ગતકડુ અપનાવ્યું છે.

સંજય લીલા ભણશાલીની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ થઇ ગયું છ.ે તેમાં આશ્ચર્યજનક વાત એ છે કે, શૂટિંગ રાતના જ કરવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઇની ફિલ્મસિટીમાં ચાલી રહ્યું છે.

ફિલ્મની ટીમનો સેટ પર આવવા માટે દિવસમાં ટ્રાફિકમાં સમય વેડફાઇ નહીં માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની ટીમ સાંજના સેટ પર આવી જાય છે  આખી રાત શૂટિંગ કરે છે અને સવારે પાછા ઘરે જતા રહે છે. આ ઉપરાંત અન્ય એક વાત એ પણ છે કે, આ ફિલ્મ કામાઠીપુરા પર આધારિત હોવાથી સેટ પર રાતના માહોલમાં શૂટિંગ કરવામા આવે છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રનું કહેવું છે કે, સંજય લીલા બણશાલી આવતા વરસની જાન્યુઆરી સુધીમાં શૂટિંગ  પુરુ કરવા ઇચ્છે છે. આલિયાએ પણ નાઇટ શિફ્ટ કરવા રાજી થઇ હતી.

કહેવાય છે કે, આ ફિલ્મના સેટ પર કામ કરતા  થોડા લોકો કોરોના પોઝિટિવ થયા હતા. પરિણામ ેતેમને રજા આપવામા ંવી હતી. જોકે આ પછી પણ સેટ પરની અન્ય ટીમ ગભરાઇ નહોતી અને શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news