સંજય રાઉતના નિવેદનથી કોંગ્રેસમાં ગરમાવો, ડૉન કરીમલાલાને ઈન્દિરા ગાંધી મળતી હતી

મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન મિર્ઝા અને કરીમ લાલા સાથે મળવાનો આરોપ લગાવતા રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમના આ નિવેદનથી નવી બનેલી મહાવિકાસ આઘાડી પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે અને ભાજપે તેનો ફાયદો ઉઠાવવાની કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસે તાત્કાલિક પથારીમાંથી બેઠા થતા સંજય રાઉત પાસે આ વિશેનું સબૂત માગ્યું છે. સત્તારૂઢ પાર્ટીના નેતાએ કહ્યું છે કે, પૂર્વ પ્રધાનમંત્રીનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન હતું.

મુંબઈના એક કાર્યક્રમમાં પોતાના પત્રકારત્વના અનુભવને તાજા કરતા રાઉતે 60 અને 80ના દાયકામાં અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા, હાઝી મસ્તાન મિર્ઝા, અને વર્દરાજન મુદાલાયરનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ નક્કી કરતા હતા કે મુંબઈ પોલીસ કમિશ્નર કોણ હશે અને રાજ્ય સચિવાલયમાં કોણ સત્તારૂઢ થશે. જ્યારે હાઝી મસ્તાન મિર્ઝાની સચિવાલયમાં એન્ટ્રી થતી તો તમામ કર્મચારીઓ કામ છોડી તેને જોવા માટે ઉમટી પડતા હતા. પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ કરીમ લાલા સાથે દક્ષિણી મુંબઈના પાયધોનીમાં મુલાકાત કરતી હતી.

કોંગ્રેસે પ્રૂફ માગ્યું

સંજય રાઉતના નિવેદન પર કોંગ્રેસના કોઈ નેતાએ ટીપ્પણી નહોતી કરી. પણ કોંગ્રેસના પ્રવક્તા ચરણસિંહ સાપરાએ કહ્યું હતું કે, રાઉતે જે કહ્યું, એ જો સત્ય હોય તો તેણે પ્રૂફ આપવું જોઈએ. અમે આ પ્રકારના નિવેદનને સત્ય નથી માનતા. એકાદ મહિના પહેલા જ શપથવિધિ દ્રારા એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની મહાવિકાસ આઘાડી નામની સરકાર બની છે. જો વચ્ચે સંજય રાઉતનું નિવેદન અને તે પણ આ પ્રકારનું આવી જાય તો ભાજપ ગેલમાં આવી જશે. કારણ કે મહારાષ્ટ્રમાં સરકાર બની ત્યારથી ભાજપ ધારાસભ્યોના ખડવાની ટાંપીને રાહ જોઈ બેઠું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news