સંવિધાન મુજબ મહત્તમ 81 મંત્રી બનાવી શકાય,યુપી સહિત તમામ રાજ્યોની ચૂંટણી પર નજર

વર્તમાનમાં કેન્દ્રીય મંત્રિમંડળમાં 53 મંત્રી છે. સંવિધાન મુજબ મહત્તમ 81 મંત્રી બનાવી શકાય છે. આ હિસાબે મંત્રીમંડળમાં વધુ 28 લોકોને સમાયોજિત કરી શકાય છે. વિસ્તારમાં એનડીએના સહયોગી દળોમાંથી પોતાના દળ અને અન્નાદ્રમુકને પણ જગ્યા મળી શકે છે.

અટકળોની વચ્ચે હજું એ સ્પષ્ટ નથી કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુમાંથી કોઈને કેન્દ્રીય મંત્રી મંડળમાં જગ્યા મળશે કે નહીં. સહયોગી દળને કેબિનેટમાં સામેલ કરવા માટે 2 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રીનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. નીતિશ કુમાર મંત્રીમંડળમાં 5 પદ માંગી રહ્યા છે. નીતિશ કુમારે પ્રસ્તાવને લઈને પોતાના પત્તા નથી ખોલ્યા.  સૂત્રોનું કહેવું છે કે નીતિશ ઓછામાં ઓછા 2 મંત્રાલયોની આશા રાખી રહ્યા છે.

ચર્ચા છે કે આ વિસ્તારમાં યુપીના બ્રાહ્મણ મતદારોને ધ્યાન પર લેવાશે. તેવામાં રીતા બહુગુણા જોશી, વરુણ ગાંધી, રમાપતિ રામ ત્રિપાઠી માંથી કોઈ બેને મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચા છે. આ ઉપરાંત દલિત વર્ગને સંદેશો આપવા રામશંકર કઠેરિયા અને મુશ્લિમ મતદારોના લાભ ઉઠાવવા માટે  જફર ઈસ્લામના નામની શક્યતા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news