શાહરૂખ ખાન છે દુનિયાનો ચોથો ધનવાન એક્ટર, ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા પણ વધુ સંપત્તિ છે

બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન કમાણીમાં પણ કિંગ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખ ખાન દુનિયાનો ચોથો સૌથી ધનવાન એક્ટર છે. તેની કુલ સંપત્તિ હોલિવુડના દિગ્ગજ અભિનેતા ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા પણ વધુ છે અને વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે પોતાના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, શાહરૂખ દુનિયામાં સૌથી વધુ કમાનારા અભિનેતાઓમાં એકમાત્ર ભારતીય છે અને અહીં ધનવાન એક્ટર્સ વિશે માહિતી આપવામાં આવી છે.

જેરી સીનફેલ્ડ
આ અમેરિકી સ્ટેન્ડઅપ કોમેડિયનની કમાણી કોઈપણ અભિનેતા કરતા ક્યાંય વધુ છે અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સે અમેરિકી કોમેડી શો સીનફેલ્ડના એક્ટર પાસે 1 અબજ ડૉલર એટલે કે આશરે 8100 કરોડ રૂપિયા સંપત્તિ બતાવી છે અને તે કમાણીના મામલામાં દુનિયામાં ટોપ પર છે.

ટાયલર પેરી
તેની પણ કુલ નેટવર્થ એક અબજ ડૉલરની આસપાસ છે અને જે દુનિયામાં કમાણીના મામલામાં બીજો સૌથી મોટો અભિનેતા છે. 51 વર્ષીય પેરીની ફિલ્મોએ આફ્રિકી અમેરિકીઓની વચ્ચે અલગ ઓળખ બનાવી છે.

ડવેન જોન્સન
હોલિવુડના ધ રોક જોનસન પાસે આશરે 80 કરોડ ડૉલર એટલે કે 6500 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેની ગણતરી દુનિયાના સૌથી મોટા પ્રોફેશનલ રેસલર તરીકે પણ થાય છે. WWEમાંથી હોલિવુડમાં આવીને તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને આજે તે સૌથી વધુ ફી વસૂલવાનારા અભિનેતાઓમાં સામેલ છે..

શાહરૂખ ખાન
બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન આ યાદીમાં ચોથા નંબર પર છે અને તેની કુલ નેટવર્થ 77 કરોડ ડૉલર જણાવવામાં આવી છે અને જે ભારતીય કરન્સીમાં આશરે 6200 કરોડ હશે. કિંગ ખાન અત્યારસુધી 80 કરતા વધુ ફિલ્મો કરી ચુકી છે અને ભારત સરકારે તેને પદ્મ શ્રી એવોર્ડ પણ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.