શહેરમાં કે અન્ય શહેરમાં LPG Gas connection આ રીતે કરો ચેન્જ,જાણો આ પ્રક્રિયા…..

ફક્ત 1 મિસ્ડ કોલની મદદથી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાય છે. નવું ગેસ કનેક્શન લેવાનું પણ સરળ બન્યું છે. કેટલાક ડોક્યુમેન્ટની સાથે તમે ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ તો મિનિટોમાં આ કામ થઈ જાય છે. એક વાર કનેક્શન મળી જાય તો તમે એડ્રેસ પ્રૂફના રૂપમાં પણ તેને યૂઝ કરી શકો છો. તો જાણઓ લોકેશન ચેન્જ કરવાની સાથે તમે કઈ રીતે ગેસ કનેક્શન પણ ચેન્જ કરાવી શકો છો.

જો નવું ગેસ કનેક્શન જોઈએ તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીત છે. નવા કનેક્શનમાં 2 ગેસ સિલિન્ડર અને 1 રેગ્યુલેટર મળે છે. મળતી જાણકારી અનુસાર 2 સિલિન્ડરની કિંમત 2900 રૂપિયા અને રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયાની છે. તે અલગથી આપવાની રહે છે. ગેસ સિલિન્ડર ભરેલો હશે તો તેની કિંમત પણ ચૂકવવાની રહેશે. આ માટે એડ્રેસ પૂ્ફની જરૂર રહેશે. જેમાં તમે આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઈટ બીલ, પાસપોર્ટ, એલઆઈસી પોલિસી, વોટર આઈડીને યૂઝ કરી શકો છો.

એક શહેરમાં ઘર બદલો તો આ સ્થિતિમાં વર્તમાન ડિસ્ટ્રીબ્યુટર ઈ કસ્ટમર ટ્રાન્સફર એડવાઈસ જાહેર કરશે. આ ઈશ્યૂ ડેટથી 3 મહિના માટે વેલિડ રહે છે. તેના આધારે નવા લોકેશનના ડિસ્ટ્રીબ્યુટર તમારા નામને લિસ્ટમાં સામેલ કરશે. તમને નવા ગેસ સિલિન્ડર કે રેગ્યુલેટર ખરીદવાની જરૂર રહેશે નહીં.

જે કસ્ટમરને સિલિન્ડર જમા કરાવે છે તેને સબ્સક્રિપ્શન વાઉચર પર જેટલા રૂપિયા લખ્યા છે તેટલા રિફંડ મળે છે. તેણે પોતાનું ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ સબમિટ કરવાનું રહેશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news