શરૂઆતથી અપનાવેલી આક્રમક નીતિના કારણે ભારતમાં ઓછા કેસઃ WHO

ભારતમાં શરુઆતથી જ આક્રમક પગલા ભરવામાં આવ્યા હોવાથી કોરોનાના દર્દીઓની સંખ્યા હજી સુધી ઓછી રહી છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના દક્ષિણ પૂર્વ એશિયાના રિજનલ ડાયરેક્ટ ડો.પૂનમ ખેત્રપાલસિંહનુ કહેવુ છે.

તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, લોકડાઉન છ પેરામીટરનુ પાલન થાય તે પછી જ હટાવવુ જોઈએ. જેમાં વાયરસના વ્યાપ પર નિયંત્રણ, સ્વાસ્થ્ય સિસ્ટમની ક્ષમતાઓની જાણકારી મેળવવી, ટેસ્ટિંગ, આઈસોલેશન, દર્દીઓની જાણકારી, તેમના સંપર્કોની તપાસ તેમજ લોકોને પૂરી રીતે શિક્ષિત કરવાનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યુ હતુ કે, બીજા દેશોની સરખામણીમાં ભારતમાં હજી કેસ ઓછા છે.કોરોનાની સાથે નિપટવા માટે સરકાર અને સમાજનો સાથ મળી રહ્યો છે. ભારતમાં સરકાર ટેસ્ટિંગ વધારવા માટે જે નીતિ અપનાવી રહી છે તેનુ અમે સ્વાગત કરીએ છે. જોકે ટેસ્ટિંગ વધારવાની સાથે સાથે લેબોરેટરીમાં તેના સચોટ પરિણામ મળે તે પણ જરુરી છે. કારણકે ટેસ્ટિંગ વધે છે તેની સાથે જ તેની તપાસ કરતી લેબ પર પણ દબાણ વધરવા માંડે છે અને ક્યારેક કર્મચારીઓની પણ અછત સર્જાતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news