શિવસેનાએ વડા પ્રધાન મોદીની ટીકા કરી, જે કારણથી NDAએ સ્થપાયું એ મોદીએ નષ્ટ કર્યું

શિવસેનાએ કૃષિ કાયદાના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં લખ્યું કે નરેન્દ્ર મોદીના છબરડામાં ગોટો વળી ગયો. પહેલાં શિવસેનાએ એનડીએનો સાથ છોડ્યો. હવે અકાલી દળ ગયું.

બબ્બે સિંહ એનડીએ છોડી ગયા. હવે શું બાકી રહ્યું એનડીએમાં એમ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખેલા તંત્રીલેખમાં પૂછ્યું હતું. આ લેખમાં કહેવામાં આવ્યું હતુ્ં કે જે કારણે એનડીએની સ્થાપના થઇ ઙતી એ મોદીના છબરડામાં ખતમ થઇ ગયું. હવે એનડીએમાં કોણ કોણ છે એ શોધવું પડશે. પંજાબ અને મહારાષ્ટ્ર બંને મર્દાના તેવર ધરાવતાં રાજ્યો છે. એ છોડી જાય પછી એનડીએ નિર્માલ્ય બની જાય. અકાલી દળ અને શિવસેના એ મર્દાનગીના ચહેરા હતા. એનડીએએ એ બંનેને ગુમાવી દીધા. કોંગ્રેસને ધૂળ ચટાડવા માટે એનડીએની રચના થઇ હતી. એ હેતુ બર આવ્યો નહીં.

સંપાદકીયમાં વધુમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે કેટલાંક રાજ્યોમાં સત્તા મેળવી હતી. જ્યાં બહુમતી નહોતી ત્યાં પણ ઘાલમેલ કરીને સત્તા મેળવી. કેન્દ્રની સત્તા હાથમાં હોય ત્યારે આવું થઇ શકે છે. પરંતુ એનડીએએ પોતાના બે સિંહ ગુમાવી દીધા એ વાતનો ઇનકાર કરી શકે એમ નથી.

સંપાદકીયમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ આજે પણ એક મોટો અને મહાન પક્ષ છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી જીત્યા સિવાય મહાનતા સાબિત થતી નથી. જે કારણે એનડીએની સ્થાપના થઇ હતી એ મોદીના છબરડાને કારણે નષ્ટ થઇ ગઇ. આ સત્યનો સ્વીકાર કરવા માટે નવો ઝંડો ફરકાવવો પડશે. હાલ તો એનડીએનો એક મર્દ પક્ષ અકાલી દળ એનડીએને છોડી ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news