મોટર સ્પોર્ટસ લીગમાં સિદ્ધાર્થ જોશીએ રોશન કર્યું ગુજરાતનું નામ.. સુરતનાં આ યુવકે.

દેશની પ્રથમ મોટર સ્પોર્ટ્સ ડ્રાઈવમાં ગુજરાત અને સુરતનું નામ રોશન કરતાં સિદ્નાથઁ જોશી નામના યુવકે ખૂબ જ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. સતત કલાક 73 કલાક નોનસ્ટોપ ડ્રાઈવિંગ કરીને સિદ્ધાર્થ મોટર સ્પોર્ટ્સમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

મોટર સ્પોર્ટ્સની આ ડ્રાઈવનું ઉદ્ધાટન કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કયુઁ હતું. જેમાં કાશ્મીરના લેહથી કન્યાકુમારી સુધીનો રસ્તો માત્ર 73 કલાકમાં પૂરો કર્યો હતો. આ દરમિયાન સતત ડ્રાઈવિંગ કરીને સિદ્ધાર્થ આ ડ્રાઈવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.

જેના માટે તેમનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને નેપાળ બુક ઓફ રેકોર્ડમાં નોંવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ડ્રાઈવ બિગબેશ સ્પોર્ટસ લીગ દ્નારા આયોજિત કરવામાં આવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news