સિંધુ, સાયના, શ્રીકાંત અને કશ્યપનો ભારતીય બેડમિંટન ટીમમાં સમાવેશ

વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુ, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાયના નેહવાલ તેમજ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત અને કોમનવેલ્થ ગોલ્ડ મેડાલીસ્ટ પી. કશ્યપને ઉબેર અને થોમસ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આવતા મહિને યોજાનારી બેડમિંટનની ટીમ ઈવેન્ટ માટે ભારતે ૨૦ ખેલાડી પર પસંદગી ઉતારી છે. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ કેમ્પને રદ કરી દેવામાં આવ્યો છે.

મેન્સ સિંગલ્સમાં ભારતનો ટોચનો ખેલાડી બી. સાઈ પ્રણિત ઘુંટણની ઈજાના કારણે ખસી ગયો છે. જોકે, થોમસ કપ માટેની ભારતીય ટીમમાં શ્રીકાંતની સાથે પી. કશ્યપ અને યુવા ખેલાડી લક્ષ્ય સેનને સામેલ કરવામાં આવ્યો છે. ડબલ્સમાં મનુ અત્રિ અને બી. સુમીત રેડ્ડી તેમજ ધુ્રવ કપિલા અને એમ.આર. અર્જુનને ક્રિશ્ના પ્રસાદ ગારાગા સાથે તક આપવામાં આવી છે.

ઉબેર કપ માટેની ટીમમાં સિંધુ અને સાયનાની સાથે આકર્ષી કશ્યપ, માલવિકા બાંસોદ, અશ્વિની પોનપ્પા અને એન.સિક્કી રેડડી, પૂજા ધાન્દુ, સંજના સંતોષ, પૂર્વીષા એક. રામ અને જક્કામપુડી મેઘનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news