બાળકોમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ ન કરવાની સલાહ,સમજી વિચારીને સિટી સ્કેનનો ઉપયોગ…..

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેને જોતા સરકારોએ પગલા ભરવાનું શરુ કરી દીધું છે. એ જ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકોની સારવાર સંબંધી ગાઈડલાઈન જારી કરી દીધી છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટેરોયડના ઉપયોગ પર ધ્યાન આપવું ઘણું જરુરી છે. આનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રમાં થાય તે બહું જરુરી છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકેસી ડેટાની અછતના કારણે બાળકોમાં આનો ઉપયોગ નહીં કરવો જોઈએ.

વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાની પહેલી લહેર વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ હતી. જ્યારે બીજી લહેર યુવા વસ્તી માટે ખતરનાક સાબિત થઈ હતી.  વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ભારતની સ્વદેશી રસી કોવેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે બાળકોમાં ટ્રાયલની પરવાનગી મેળવી છે.  ભારત બાયોટેક તરફથી આ ટ્રાયલમાં 525 વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news