સોશિયલ મીડિયામાં, એક વિડીયો થયો વાઇરલ, એક યુવાન લુમ્સના કરખનામા, મશીન માં રહેલ બીમ્બ બ્લેડ વડે કાપતો જોવા મળ્યો

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો છે જેમાં એક યુવાન લુમ્સના કરખનામાં આવેલ મશીન માં રહેલ બીમ્બ બ્લેડ વડે કાપતો જોવા મળે છે. જોકે આ આ વીડિયો સુરતના લસકાણા ખાતે આવેલ એક કારખાનાનો હોવાનું બહાર આવ્યુ છે. અહીંયા કારખાનામાં કામ કરતો માસ્તર બુધીયા આઠ દિવસ પહેલાં જ વિવર રમણીકભાઈના કારખાનામાં જોડાયો હતો.

સુરતના લસકાણા ડાયમંડ નગરમાં પગાર આપીને નોકરીમાંથી છુટા કરાયેલા લૂમ્સ માસ્તરે રોષે ભરાઇને રાતે જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં પ્રવેશ કરી  30થી વધુ બીમ બ્લેડ મારીને કાપીને નાંખી રૃપિયા દોઢ લાખથી વધુનું નુક્સાન કર્યું હતું.

કારીગરે લાખો રૂપિયાનું નુકસાન તો કર્યું છે સાથે સાથે કારખાનામાં 10-12 દિવસ સુધી કામ શરૂ થઇ શકે તેમ નથી તેથી આવા ઇસમને કોઈ નોકરી પર ન રાખે તેવી અપીલ પણ કારનાખાનાના માલિક દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news