સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે તસવીર,નતાશા સાથે રિલેશનશીપમાં આવ્યા પહેલાની છે

એક હઝારો મેં મેરી બહેના હૈ અને બેલન વાલી બહુ જેવા ટીવી શોમાં કામ કરનારી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસુઝા હાલ નાના પરદેથી ગાયબ છે પરંતુ તેની ચર્ચા થતી રહેતી હોય છે. એક વાર ફરી તે ચર્ચામાં આવી છે.

સોશ્યલ મિડીયા પર બંનેની તસવીર વાયરલ થયા બાદ ફેન્સના મગજમાં ઘણા સવાલ આવી રહ્યાં છે અને તેઓ જાણવા માંગે થે કે આ ફોટો ક્યારનો છે, બંનેની મુલાકાત કેવી રીતે થઇ. શું તે બંને વચ્ચે પણ કોઇ રિલેશનશીપ હતી.

એક્ટ્રેસ અને પંડ્યાની આ તસવીર એક પાર્ટી દરમિયાન ખેંચવામાં આવી હતી. બંનેને જોઇને લોકો એવો અંદાજો લગાવી રહ્યાં છે કે તેઓ ખુબ ક્લોઝ રહ્યાં હશે અથવા તો તેમનામાં સારી દોસ્તી હશે.

વાયરલ તસવીરમાં એક્ટ્રેસે બ્લેક ટોપ પહેર્યુ છે જ્યારે હાર્દિકે સેમી બ્લેક ટીશર્ટ અને ગોગલ્સ લગાવ્યા છે. તમને જણાવી દઇએ કે આ તસવીર નતાશા સાથે રિલેશનશીપમાં આવ્યા તે પહેલાની છે.

તમને જણાવી દઇએ કે ક્રિસ્ટલ ડિસુઝા, ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ચહેરેમાં નજર આવશે. ફિલ્મના ટ્રેલરમાં જ ક્રિસ્ટલ ખુબ પ્રશંસા મેળવી ચૂકી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news