ઝારખંડના પલામૂ જિલ્લામાં એક હચમચાવી દેનારી ઘટના આવી સામે,16 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ,પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની કરી ધરપકડ

ઝારખંડના પલામૂ જિલ્લામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે.  કેટલાક નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાંખી છે. 16 વર્ષની કિશોરી સાથે પહેલા ગેંગરેપ કર્યો એ બાદ તેની નિર્મમ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ પીડિતા પલામૂ જિલ્લાના સ્થાનીક ભાજપ નેતાની દીકરી હતી.

આ મામલામાં હાલ પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 7 જૂનની ગણાવવામાં આવી રહી છે. જ્યારે પીડિતા સવારે 10 વાગ્યે ઘરની બહાર નીકળી હતી. જે પાછી ન આવતા પરિવારે સોમવારે તેની શોધ શરુ કરી. પણ તે ન મળતા પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે પીડિતાને શોધવાના પ્રયાસ શરુ કર્યા હતા. પરંતુ બુધવારે તેની લાશ લાલીમાટી જંગલના ઝાડ પર લટકતી મળી.

પોલીસને ઘટના સ્થળ પર મોબાઈલ ફોન મળ્યો છે. જેના આધાર પર જ આરોપી પ્રદીપની ધરપકડ થઈ છે. પાંકી સ્ટેશનની પોલીસના જણાવ્યાનુસાર પીડિતાના પરિવારજનોએ ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જંગલમાંથી તેની લાશ મળી આવી છે. પોલીસે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ તેની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવા માટે ઝાડ પર ફાંસી ખાધેલી હાલતમાં લટકાવી દેવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news

Related Posts