સોમવારે શરૂ થશે સંયુક્ત રાષ્ટ્રનું ડિજિટલ સત્ર, બે ચર્ચામાં વડાપ્રધાન મોદી ભાગ લેશે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તથા રાજપૂત ટીએસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રના 75માં સત્ર વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વિશે સત્રમાં અનેક રીતે ઐતિહાસિક થવાનું છે. તેમણે જણાવ્યું કે સોમવારે શરુ થનારા આ ડિજિટલ સત્રમાં 2 ચર્ચામાં પ્રધાનમંત્રી પણ ભાગ લેશે.

તિરૂમૂર્તિએ કહ્યું કે પહેલી ચર્ચા સામાન્ય હશે જ્યાં પીએમ મોદી રાષ્ટ્રીય વક્તવ્ય આપશે. ત્યારે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના 75માં સત્રની શરુઆતને લઈને બીજી ચર્ચા તથા બેઠક મહત્વની રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન નિશ્ચિત રૂપે આપણી ભાગીદારીનું મુખ્ય આકર્ષણ હશે.

તિરુમૂર્તિએ  કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના સ્તરે થનારી મંત્રીસ્તરીય બેઠોમાં ભાગ લેશે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

તેમણે કહ્યું કે અમે એક અલગ પ્રકારની પરિસ્થિતિમાં આ સત્રમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ જે બહું જ રસપ્રદ થવાનો છે. ત્યારે  કોરોના સંકટ અને આ મહત્વપૂર્ણ બેઠક બન્ને આપણે કંઈક અલગ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news