12 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજવાની તૈયારી, 21 ફેબ્રુઆરીએ મનપા અને નગરપાલિકા ચૂંટણી યોજવાની તૈયારી, 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની તૈયારી. 12 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

સુત્રોથી મળતી માહીતી પ્રમાણે રાજય ચૂંટણી પંચે જે મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પચાયતની ચૂંટણી માટે કલેક્ટરને ચૂંટણીલક્ષી વ્યવસ્થા કરવા મૌખિક સૂચન કર્યું છે. અને ચૂંટણી કમિશનરે 6 મનપાના કલેકટરને પત્ર લખ્યો છે. ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તો સરકાર બે માસ માટે વહીવટદાર નીમી શકે તેવી પણ શકયતા છે.

6 મનપાની મુદ્દત 13 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની છે. ત્યારે ચૂંટણી અંગે ચૂંટણી કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news