સુડા વિસ્તારના વિકાસના, દરવાજા ખૂલી જવાની આશા, ઊભી થઇ છે

રાજ્ય સરકારે બુલેટ ટ્રેન તેમજ કામરેજ-પલસાણા કોરિડોર માટે નક્કી કરેલી વધારાની એફએસઆઇ પર મંજૂરીની મહોર મારતો ઠરાવ પણ સુડાની બોર્ડ મીટિંગમાં કરી દેવાયો હોવાથી હવે સુડા વિસ્તારના વિકાસના દરવાજા પણ ખૂલી જવાની આશા ઊભી થઇ છે.

સુડાના ચેરમેન મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન કોરિડોર માટે 5.04ની એફએસઆઇ અને પલાસાણા-કામરેજ કોરિડોર માટે 04ની એફએસઆઇ આપવાનું નક્કી થયું છે.

જેને સુડામાં મંજૂરી આપી દેવાતાં હવે આ વિકાસમાં ડેવલપમેન્ટ તેજ ગતિથી આગળ વધી શકશે. આ ઉપરાંત સુડાના નવા બજેટમાં સુડા વિસ્તારમાં સમાવિષ્ટ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન, કામરેજ-પલસાણા કોરિડોર સહિતના પ્રોજેક્ટ પર ભાર મૂકવાનું આયોજન કરાયું છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news