સુપ્રીમ કોર્ટમાં,ખેડૂત આંદોલનને લગતી, અરજીઓ પર સુનાવણી થઇ ગઇ છે શરૂ

સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે કોઈપણ કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે,. આ મામલે અદાલતે જણાવ્યું કે અમે સરકારના આ વલણથી ખૂબ નારાજ છીએ, અને અમે આ કાયદાને રોકવાની તૈયારીમાં છીએ.

સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લગતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ ગઇ છે. સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોમાં તાજેતરમાં મુલાકાત થઇ હતી, જેમાં નક્કી થયુ હતું કે ચર્ચા ચાલુ રહેશે.જો કે ચીફ જસ્ટિસે તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ.

તમે કાયદો લાવી રહ્યા છો, એટલા માટે તમે જ સારી રીતે સમજી શકો છો. સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ કાયદા પર પ્રતિબંધ ન લગાવી શકે. કોર્ટ કોઈ કાયદા પર ત્યાં સુધી રોક ન લગાવી શકે, જ્યા સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે કાયદો નિયમોને બાજુમાં રાખીને લાગૂ કરાયો છે અને એનાથી લોકોના અધિકારનું હનન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news