સુરતમાં ભીષણ આગ: ગ્રાઉન્ડ ફ્લોર લઈને ત્રીજો માળ અને બાજુનું બિલ્ડીંગ પણ આગની ઝપેટમાં

 સુરતમાં રીંગ રોડ પર આવેલા દ્વારકા માર્કેટમાં રવિવારે મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વારાફરતી ત્રણે માળને ઝપેટમાં લીધા હતા. આ આગે બાજુની બિલ્ડીંગના લપેટમાં લીધી હતી અને ત્યાં પાર્ક કરેલા બે ટેમ્પાને પણ આગની લપેટમાં આવ્યા હતા. જેના લીધે ત્યાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, રીંગ રોડ ઉપર કોહિનૂર માર્કેટ પાસે દ્વારકા માર્કેટ આવેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મુલાકાતીઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે પહેલા બીજા અને ત્રીજા માળે સાડીનો જથ્થો મૂકવામાં આવેલો હતો. આ સાથે અગાસીમાં પતરાના શેડમાં પેકિંગ અંગેનો જથ્થો મુકવામાં આવેલો હતો. દરમિયાન રવિવારે મોડી રાત્રીના દ્વારકા માર્કેટમાં અચાનક મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતા ફ્લેશ બેનરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી આગ ફેલાઈ જતા ગ્રાઉન્ડથી લઈને ત્રીજા માળ સુધી ઝપેટમાં આવ્યો હતો. જોકે ભીષણ આગે બાજુમાં આવેલું અન્ય બિલ્ડીંગનો ભાગ લપેટમાં લીધો હતો. સાથે ત્યાં પાર્ક કરેલા બે ટેમ્પા આગની લપેટમાં આવ્યા હતા. આ બનાવના દિવસે ભારે એ વિસ્તારમાં અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ચીફ ફાયર ઓફિસર તથા અન્ય ઓફિસરો સાથે ફાયર જોવાનો તથા માનદરવાજા, ઘાંચીશેરી, પાલ, ડુંભાલ, મજુરાગેટ, નવસારીબજાર, અડાજણ, કતારગામ, ભેસ્તાન,મુગલીસરા સહિતના 10 ફાયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને 5 થી 6 કલાકમાં જ ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા.

જોકે આ આગમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું હતુ પરંતુ કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર ઓફિસરએ જણાવ્યું છે. એટલું જ નહીં, પણ આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યા બાદ સળગી ગયા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર ગાડી દોડી આવતાં ખૂબ જ મોટી દુર્ઘટના ટાળી શકાય હતી. જોકે અગાઉ દ્વારકા માર્કેટને નોટિસ આપી હતી. જોકે ફરીવાર લાગતાં ફાયર ઓફિસરે માર્કેટ સીલ કર્યું હોવાનું ફાયર અધિકારીએ કહ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news