સુરતમાં ગેંગરેપ પીડિતાની પિતાની પણ આરોપીઓએ કરી હત્યા, અંતિમસંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

સુરત: સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. કતારગામની એક યુવતી પર ગેંગરેપ ગુજાર્યા બાદ તેની છેડતી જારી રાખતા યુવતીના પિતાઓ આરોપીઓને ઠપકો આપ્ય હતો. જેથી આરોપીઓ યુવતીના પિતા પર ચપ્પુથી હુમલો કરી તેમની હત્યા નિપજાવતા સુરતમાં કાયદો વ્યવવસ્થા સામે સવાલ પેદા થયા છે. શહેરનું નામ સૂરત છે પરંતુ વધી રહેલા ક્રાઇમ રેટ આ શહેરને બદ‘સૂરત’ બનાવી રહ્યો છે. મૃતકની અંતિમવિધિમાં હજારોની જનમેદની સ્વયંભૂ ઉમટી હતી. પોલીસે આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કતાર ગામમાં રહેતી સગીરા પર છ મહિના પહેલા જયેશ ખોખરિયા અને તેના મિત્રો ગેંગરેપ ગુજારી તેની ફોટો મોબાઇલમાં પાડી લીધા હતાં. આરોપીઓએ સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઇને આ અંગે કહેશે કે ફરિયાદ કરશે તો તેના પર એસિડ એટેક કરશે.

દરમિયાન આરોપી જયેશ ખોખરિયા અને તેના સાગરીતોએ સગીરાની છેડતી જારી રાખી હતી. જેથી કંટાળીને સગીરાઓ સમગ્ર મામલો તેના પિતાને જણાવ્યો હતો. જેથી પીડિતાના પિતા 13 દિવસ પહેલા જયેશને ઠપકો આપવા માટે ગયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.