સુરત:મહાનગરપાલિકાના શાસકોને મળ્યુ ગોબરદાસ જેવુ ઉપનામ:જાણો કોણે લગાવ્યા ગંધાતી ખાડીમાં શાસકો વિરુધ્ધના પોસ્ટરો

સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીનું શાસન છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્નારા લોકોનાં મુદ્દે અવારનવાર વિરોધ પ્રદર્શન નોંધાવી રહયાં છે. આજે પણ આમ આદમી પાર્ટી દ્નારા ખાડી મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

સુરતના મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી બચ્છાંનિધિ પાની ને આવેદન પણ આપ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિભાગ-એ અને વિભાગ-બી માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ગાડી ની આજુબાજુ ની વિવિધ સોસાયટીઓ નાં રહેવાસીઓને ખાડી ની દુર્ગંધ તથા તેમાં રહેતી ગંદકીના કારણે ઉદભવતી મચ્છરોના ઉપદ્રવ તથા ખરાબ વાસ ના કારણે વિવિધ આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડે છે.

જેના કારણે આ સમસ્યાના કારણે ઉપરોક્ત સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે તથા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ૩૬ કલાકની અંદર દસથી વધુ ટીમ ઉતારી ખાડીની ડ્રેજીંગ ની કામગીરી કરવી અત્યંત જરૂરી છે. જેથી આ વિસ્તારમાં ખાડીના ગંદા પાણીના ભરાવાને કારણે રહીશોને આરોગ્ય સહિત જાનમાલનું નુકસાન ન થાય.

આજ થી આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત તમામ નગરસેવકો અને કાર્યકરો દ્વારા ખાડી ની સાફ સફાઈ ની કામગીરી જાતે જ ચાલુ કરી દેવામાં આવી છે. હાલમાં આપના નગરસેવકો અને કાર્યકરો દ્વારા ઝાડી ઝાંખરાને હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાર્યકરો આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈ ની કામગીરી હાથ ધરાતા SMC ના અધિકારીશ્રી સ્થળ પર આવી પહોંચ્યા અને તેમણે કહ્યું કે ખાડી સફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી નથી તો નગરપાલિકાના અધિકારીઓ આવ્યા કે નથી કોઈ સતા પક્ષના નેતા આવ્યા.

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખાડી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં શા માટે સતાધીશો અને નગરપાલિકાના અધિકારીઓ જાગતા નથી? શું આમ જ લોકોના જીવને જોખમમાં મુકવામાં આવશે? હવે જોવાનું એ રહ્યું કે ક્યારે સતા પક્ષના લોકો આ ખાડીનો યોગ્ય નિકાલ લાવે છે.આજ રોજ આમ આદમી પાર્ટી સુરત દ્નારા ખાડીમાં સુરત મહાનગર પાલિકાનાં શાસક પક્ષનાં નેતાઓનાં ગોબરદાસ લખેલા બેનરો પણ લગાવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news