સુરતમાં ઠંડી લાવતા પવનો સક્રિય થતા ઠંડીનો પારો 20.4 ડિગ્રી

વહેલી સવારે ફુલગુલાબી ઠંડી રાતે ઠંડક થતા ગરમીમાં રાહતઃ જોકે દિવસ દરમિયાન 35.6 ડિગ્રી તાપમાન

સુરત શહેરમાં ઠંડી લાવતા ઉતરના ઠંડા પવન સક્રિય થતા રાત્રીના તાપમાનમાં ઘટાડો થઇને 20.4 ડિગ્રી નોંધાતા શહેરીજનો રાત્રીની મીઠી નિંદર માણી હતી. તો વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવી હતી.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ ચોમાસાની સત્તાવાર વિદાઇ અને ઠંડી લાવતા ઉતરના પવન પણ ફુંકાવવાની શરૃઆત થઇ હોવાથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતુ જાય છે. આજે સુરતનું અધિકતમ તાપમાન 35.6 ડિગ્રીલઘુતમ તાપમાન 20.4 ડિગ્રીહવામાં ભેજનુ પ્રમાણ 56 ટકાહવાનું દબાણ 1009.7 મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના 5 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સુરત શહેરમાં શિયાળાની શરૃઆત થયા બાદ ધીમે ધીમે ઠંડી વધતી જાય છે. હાલમાં સાંજે વહેલુ અંધારુ થઇ જાય છે. તો વહેલી સવારે બહાર નિકળવુ હોય તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે જેકેટસ્વેટર પહેરીને નિકળવુ પડે તેવી ઠંડી અનુભવાઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.