સુરેશ રૈના આગામી સીઝનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો નજરે પડશે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માટે પોતાની ટીમમાં રિટેન કરી લીધો છે.

આગામી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો નજરે પડશે. હજુ IPL સીઝનનો થોડો સમય છે, પરંતુ રૈના તે માટે પોતાની તૈયારીઓ કરી રહ્યો છે.

ગુરુગ્રામમાં રમાયેલી આ મેચમાં સુરેશ રૈનાએ વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન તેણે 7 સિક્સ અને 11 ફોર પણ લગાવ્યા હતા. સુરેશ રૈનાની આ શાનદાર ઇનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શોટ્સ રમતો નજરે પડે છે.

સુરેશ રૈનાએ સેન્ચુરીની ઇનિંગ તો રમી, પરંતુ તેણે પોતાની હાફ સેન્ચુરી માત્ર 19 બોલ પર પૂરી કરી લીધી હતી. સુરેશ રૈનાએ આ મેચમાં બોલિંગ પણ કરી હતી અને પોતાની સ્પેલની 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ પણ લીધી હતી.

સુરેશ રૈના IPLમા સૌથી વધારે રન બનાવવાની બાબતે બીજા નંબર પર છે, તેણે અંગત કારણોસર IPL 2020મા ભાગ નહોતો લીધો. તમને જણાવી દઈએ કે કેપ્ટન કુલ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ ગયા વર્ષે 15 ઓગસ્ટે મોડી સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બધી ફોર્મેટોમાંથી સંન્યાસ લઈ લીધો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news