સુશાંતની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડને મળી રહી છે રેપ અને મર્ડરની ધમકીઓ

 રીયાએ આ મામલામાં મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુશાંતની આત્મહત્યા બાદ તેના ચાહકો ભારે નારાજ છે. જોકે કેટલાક તત્વો સુશાંત માટેની સહાનૂભૂતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને બોલીવૂડ સેલિબ્રિટિઝને ટાર્ગેટ કરી રહ્યા છે.

અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીએ તાજેતરમાં પોતાને રેપ અને મર્ડરની મળી રહેલી ધમકીઓઓને એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો. એ પછી રિયાએ ગૃહ મંત્રી અમિત શાહને પણ સુશાંતના કેસની સીબીઆઈ તપાસ કરવા માટે વિનંતી કરી હતી અને કહ્યુ હતુ કે, મને પણ જાણવુ છે કે, એવુ કયુ પ્રેશર હતુ જેના કારણે સુશાંતે આ પ્રકારનુ પગલુ ભર્યુ છે.

દરમિયા મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુરે પણ કહ્યુ છે કે, આવી ધમકી આપનારાઓ સામે આકરી કાર્યવાહી કરાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news