સુશાંતના ફેન્સ કરી રહ્યાં છે તેને યાદ,સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિત લોખંડેએ સુશાંત માટે કર્યું આ કામ

સવારથી જ સોશ્યલ મીડિયા પર અભિનેતાના નામનું હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી તેની પ્રથમ પુણ્યતિથિ પર તેને યાદ કરી રહ્યાં છે.

વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ જોવા મળી રહી છે. આ સાથે જ અંકિતાએ સુશાંતના નામે દીવો પણ પ્રગટાવ્યો છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. પરંતુ આજે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું અને નવી તસવીરો શેર કરી છે.

આ પહેલાં પણ અંકિતાએ એક પોસ્ટ શેર કરી હતી. અંકિતાએ શેર કરેલી તસવીરમાં તે દરિયાની પાસે ઉભી રહી આકાશ તરફ જોઈ રહી હતી. અંકિતાએ શેર કરેલી આ તસવીરના કેપ્શને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું- ‘અંતરથી કોઈ ફરક પડતો નથી, કારણ કે દિવસના અંતે, આપણે બધાં એક જ આકાશ નીચે છીએ’.

તમને જણાવી દઈએ કે, ‘પાવિત્ર રિશ્તા’માં માનવ અને અર્ચનાની ભૂમિકામાં જોવા મળેલા સુશાંત અને અંકિતા રાતોરાત સ્ટાર્સ બની ગયા હતા. એકતા કપૂરનો આ શો એક સૌથી સફળ ટીવી શો છે. તેમની કેમિસ્ટ્રી હજી પણ તેમના ચાહકોના હૃદયમાં છે. શોમાં માનવને મિકેનિક તરીકે કામ કરતો બતાવવામાં આવ્યો હતો, જ્યારે અર્ચના ઘર સંભાળવાની ભૂમિકામાં હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news