વડોદરાનાં સોખડાનાં સ્વામીજી હરિપ્રસાદ અક્ષરવાસી, આજે પાથિઁવદેહ સોખડા લઈ જવાશે.

ગુજરાતનાં વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મધ્યરાત્રિએ ૧૧ વાગે અક્ષરનિવાસી થયા છે. તેમની ઉંમર ૮૮ વષઁની હતી. હરિપ્રસાદ સ્વામીજી નાદુરસ્ત તબિયતને લઇને તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતું હતું.

સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.સ્વામીજીના નિધનથી હરિભકતોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભકતોમાં શોકનો માહોલ છે. યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, અને સેક્રેટરી અશોકભાઈએ સંયુકત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજનાં પ્રાણધાટ સ્વામીજી હરિપ્રસાદ મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે ૨૬ જુલાઇએ રાત્રે ૧૧ કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયાં છે.

હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ટ્વીટરના માધ્યમથી શ્રદ્ધાંજલી આપતા લખ્યુ કે દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ, યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુખી છુ. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એ જ એમના પાસે પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news