સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે તુલસી, જાણો તેનાથી થતાં ફાયદાઓ વિશે…

તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમાં મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાસ્થ્ય લાભોથી અજાણ હોય છે. તુલસીને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે. જાણો, તુલસીને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાના વિભિન્ન રીત શું છે…

તુલસીની ચા 

તુલસીની ચાને પોતાના આહારમાં સામેલ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. જો તમે એક ટી લવર છો તો ધ્યાન રાખો કે તમે પોતાની નિયમિત ચાને તૈયાર કરતી વખતે તેમાં તુલસીના પાંદડાંને મિક્સ કરો. આ ચા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓના સારવારમાં પણ ફાયદાકારક છે. એક કપ તુલસીની ચા તમને આખો દિવસ ઊર્જાવાર રહેવામાં મદદ કરે છે.

તુલસી જળ

જો તમને ચા પીવું પસંદ નથી તો એક ગ્લાસ તુલસીનું પાણી પીવું એક યોગ્ય વિકલ્પ હોઇ શકે છે. એક પેનમાં થોડુંક પાણી અને એક મુઠ્ઠી તુલસીના પાંદડાં નાંખો. પાણીને ઉકળવા દો. આ પાણીને દિવસમાં એક અથવા બે વાર પીઓ. તુલસીનું પાણી હેલ્ધી છે અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાની એક શાનદાર રીત છે.

તુલસીના રસનું સેવન 

તુલસી ન માત્ર હેલ્ધી છે, પરંતુ તમારા પીણામાં એક ફ્રેશ ટેસ્ટનો પણ ઉમેરો કરે છે. ઘરે એક ગ્લાસ જ્યુસ તૈયાર કરતી વખતે તમે મુઠ્ઠીભર પાંદડાં મિક્સ કરી શકો છો. આ પાંદડાં તમારાં પીણામાં એક તાજો સ્વાદ આપે છે.

તુલસીના પાંદડાં ચાવો

જો સમય ઓછો છે તો તુલસીના પાંદડાંને એક મુઠ્ઠીભર ચાવવાથી તમારા સ્વાસ્થ્ય માટે જાદૂની જેમ કામ કરી શકે છે.

ફળો અને શાકભાજીઓની સાથે તુલસીના પાંદડાં મિક્સ કરો

તુલસી વિટામિનથી ભરપૂર હોય છે જે તમારા શરીર માટે આવશ્યક છે. તમારે દરરોજ આ વિટામિનની સાથે પોતાના શરીરને ઇંધણ આપવાની જરૂર છે. એક બાઉલમાં થોડાક તુલસીનાં પાંદડાં અને ફળ નાંખો. તુલસીના પાંદડાં એક તાજાં ટૉપિંગના સ્વરૂપમાં કામ કરે છે અને પોષક તત્ત્વોનાં પ્રમાણને પણ વધારે છે.

તુલસીનું સેવન કરવાનાં ફાયદા

તુલસીમાં ઝીન્ક અને વિટામિન સી હોય છે જે તેને પ્રાકૃતિક ઇમ્યૂનિટી બૂસ્ટર બનાવે છે. તેમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાયરલ ગુણ પણ હોય છે. તુલસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને પ્રોત્સાહન મળે છે.

શરદી, ખાંસી અને તાવથી રાહત 

વાતાવરણમાં ફેરફાર થવાની સાથે આપણામાંથી ઘણા લોકો બીમાર થઇ જાય છે અને શરદી, ખાંસી અને તાવથી પરેશાન હોય છે. તુલસીમાં યૂઝેનૉલ હોય છે જે શરદી, ખાંસી અને તાવને ઓછું કરવામાં મદદ કરે છે.

એન્ટી કેન્સર ગુણ

તુલસીમાં ફાઇટોકેમિકલ્સ રહેલાં હોય છે જે ફેફસાં, યકૃત, મૌખિક અને ત્વચાના કેન્સરને અટકાવવા માટે ઓળખાય છે.

બ્લડ પ્રેશરને ઘટાડે છે

હાઇ બ્લડ પ્રેશર સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે જેનો આજે મહિલાઓ સામનો કરી રહી છે. તુલસીમાં એવા તત્ત્વ હોય છે જે શરીરમાં સોજો અને બ્લડપ્રેશરને ઘટાડે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે

તુલસીમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે જે સ્ટ્રોક અને હાઇ બ્લડપ્રેશર જેમ કે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news