સ્વીડનની છોકરી લગ્ન કરવા માટે આવી ભારત, ધામધૂમથી કર્યા લગ્ન..

લોકો કહે છે કે પ્રેમની કોઈ સીમા કે મર્યાદા નથી હોતી અને આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ હાલ ઉત્તર પ્રદેશ સ્થિત એટામાં જોવા મળ્યું. જ્યાં એક સ્વીડિશ મહિલાએ એટામાં રહેતા છોકરા સાથે લગ્ન કર્યા હતા અને હાલ તો આ સમાચાર પણ ઘણા લોકોના દિલને સ્પર્શી રહ્યા છે અને લોકો એ બંનેને કહાની જાણવા મમાટે ઉત્સુક છે.

જણાવી દઈએ કે ક્રિસ્ટન લિબર્ટ શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરી એટાના રહેવાસી પવન કુમાર સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી. એ બાદ તેને એટાની એક શાળામાં હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા અને અંહિયા મહત્વનું એ છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મળી હતી.

હાલ આ કપલના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ સાથે જ મીડિયામાં શેર કરવામાં આવેલ લગ્ન સમારોહનો એક વિડિયોમાં જોવા મળ્યું કે ક્રિસ્ટન લીબર્ટ ભારતીય લગ્ન પરંપરા મુજબ કપડાં પહેરીને વર પવન કુમારના ગળામાં વરમાળા પહેરાવે છે અને આપને જણાવી દઈએ કે ક્રિસ્ટન લિબર્ટ વર્ષ 2012માં પવન કુમારને ફેસબુક પર મળ્યા હતા. દહેરાદૂનના બીટેક પવન કુમાર એક ફર્મમાં એન્જિનિયર તરીકે કામ કરે છે.

આ સાથે જ જણાવી દઈએ કે પવન કુમારના પરિવારને આ લગ્ન સામે કોઈ વાંધો નથી. પવનના પિતા ગીતમ સિંહે કહ્યું કે બાળકોની ખુશીમાં તેમની ખુશી સમાયેલી છે અને ‘અમે આ લગ્ન સાથે સંપૂર્ણપણે સંમત છીએ’. સાથે જ્યારે ક્રિસ્ટન લિબર્ટને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે અગાઉ પણ ભારત આવી ચૂકી છે અને તેને ભારત ખૂબ ગમે છે અને તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.