ટી20 વલ્ડ કપ ભારત પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઈ ગઈ,ચાહકો અત્યારથી આ મેચની જોઈ રહ્યા છે રાહ,82 જેટલા દેશોના ચાહકોએ ખરીદી ટિકિટ

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાનારી છે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાવાની છે. હાલ તો આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આઈસીસીના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટમાં રમાતી અન્ય મેચોની ટિકિટોનું વેચાણ પણ જોરદાર રીતે થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ચાહકોનો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે મેદાનમાં આ મુકાબલો ખૂબ રોમાંચિત બનશે. ખાસ કરીને 23 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઘણો રસ છે અને આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપ 2022 માટે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ચાહકોએ ટિકિટ ખરીદી છે.જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે ક્રિકેટ રસિયા અને ચાહકો આ મેચનો આનન્દ લેવા માટે ટિકિટ ની રાહ જોતા હોય છે પણ ટી20 વલ્ડ કપ ની ભારત પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઈ ગઈ છે અને આ ઉત્સાહ જોઈને લાગી રહ્યું છેકે મેદાનમાં હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.એશિયા કપની મેચમાં પણ મેદાન ગિચો ગીચ જોવા મળ્યું હતું હવે ટી 20 વર્લ્ડ કપમાં પણ આવા દ્રશ્યો જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.