મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરનાર PI સામે કાર્યવાહી કરો..

પ્રદેશ ભાજપ પ્રમુખને મહિલાઓના શોષણ બાબતે રજૂઆત કરવા છતાં મહિલા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યાના આક્ષેપ સાથે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વિરુદ્ધ IG, ડીએસપીને લેખિતમાં ફરિયાદ કરી પીઆઇ સોલંકી સામે બે દિવસમાં કાર્યવાહી ન થાય તો પ્રતિક ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારી છે.માંગણી:મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરનાર PI સામે કાર્યવાહી કરો ભાવનગર8 કલાક પહેલા બે દિવસમાં કાર્યવાહી ન થાય તો કોંગી મહિલાઓ ઉપવાસ કરશે ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ મહિલા કોંગ્રેસની ફરિયાદ પ્રદેશ ભાજપ પ્રમુખને મહિલાઓના શોષણ બાબતે રજૂઆત કરવા છતાં મહિલા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યાના આક્ષેપ સાથે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વિરુદ્ધ IG, ડીએસપીને લેખિતમાં ફરિયાદ કરી પીઆઇ સોલંકી સામે બે દિવસમાં કાર્યવાહી ન થાય તો પ્રતિક ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારી છે. શહેરના જવાહર મેદાન ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષનો કાર્યક્રમ હતો
તે દરમ્યાન ભાવનગર શહેર અને જિલ્લામાં મહિલાઓ સાથે થતી અઘટિત ઘટનાઓ સંદર્ભે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા જતાં બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સોલંકીએ અટકાવી ગેરવર્તણૂક કર્યાંનું મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકાબેન ચંદાણીએ આઇજી અને ડીએસપીને લેખિતમાં જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર મહિલાઓ જ રજૂઆત કરવાની હતી તો જરૂરી મહિલા પોલીસને હાજર ન રાખી બદઇરાદાથી બહેનોની બેઈજ્જતી કરી સરાજાહેર બિભત્સ શબ્દો તેમજ બળપ્રયોગ કર્યો હતો તેમજ પી.આઈ. સોલંકી અને તેના મળતિયા દશરથસિંહએ ઇરાદાપૂર્વક અમારા શરીરનો સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ શરમજનક ઘટના માટે બે દિવસમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પી.આઇ. સોલંકી સામે ગુનો દાખલ કરી શિક્ષાત્મક પગલાં લેવા અને દશરથસિંહ પર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી બેસાડવા માગણી કરી છે. બે દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસના મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેસશેની ચીમકી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.