ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં સેક્સન ઓફિસરનું નિધન,માત્ર ત્રણ સપ્તાહમાં પાંચ અધિકારીઓનું કોરોનાના કારણે મોત

ગાંધીનગરમાં વધુ એક સરકારી કર્મચારીનું મોત થયુ છે. કલાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સેકશન અધિકારી હિતેશ પંડયાને કોરોના પોઝિટિવ આવતા તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.

ત્યારે આજે તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતું. જેના પગલે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

ફક્ત સચિવાલય કેમ્પસની વાત કરીએ તો છેલ્લા ત્રણ સપ્તાહમાં પાંચ જેટલા અધિકારીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. SO, Dy.SO સ્તરના આ પાંચમાં અધિકારીનું અવસાન થયું છે. કોરોનાના કહેરના કારણે હાલ તો સચિવાલયના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

50 ટકા સિવાયના સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news