ટીમ ઇન્ડિયાના ટી-શર્ટ પર જોવા મળશે આ કંપનીનો લોગો, BCCI એ કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે MPL સ્પોર્ટ્સ દ્વારા ડિઝાઇન કરાશે અને બનાવવામાં આવશે. BCCIએ મંગળવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી હતી. બોર્ડે કહ્યું હતું કે ભારતીય મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ ઉપરાંત અંડર-19 ટીમની જર્સી માટે બોર્ડે MPL સ્પોર્ટ્સ સાથે ત્રણ વર્ષનો કરાર કરેલો છે.

સૌથી મોટું ઈ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ

ભારતીય ક્રિકેટ ટીમના નવા કીટ સ્પોન્સર અને સત્તાવાર કમર્શિયલ પાર્ટનર મોબાઇલ પ્રીમિયર લીગ (MPL) ભારતનું સૌથી મોટું ઈ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે. નવી ભાગીદારી મુજબ MPL હવે નવેમ્બર 2020થી ડિસેમ્બર 2023 સુધી ભારતીય ટીમનું કીટ સ્પોન્સર રહેશે.

ટી-શર્ટ પહેરેલા જોવા મળશે

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તે સાથે જ MPLના કરારનો પ્રારંભ થશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ MPL દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી નવી જ ટી-શર્ટ પહેરેલા જોવા મળશે. બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે આ ભાગીદારી BCCI અને MPLને નવી ઉંચાઈ પર લઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news