ભારતના રાજવી પરિવારના સભ્ય,ટીમમાં સિલેક્ટ થવાને લઈને થયો હતો વિવાદ

રણજી ટ્રોફીને સ્થાનિક કક્ષાની સૌથી મોટી ટ્રોફિ કહેવાય છે ત્યારે આ ટ્રોફિ  કોના નામથી શરૂ થઈ એ વિશે રસપ્રદ ઈતિહાસ જોડાએલો છે અને આજના દિવસે એ ઈતિહાસનું પાનું ઈતિહાસ બની ને રહી ગયુ હતુ તે પણ જાણવા જેવુ છે.

ક્રિકેટર રણજીત સિંહ એવા ભારતીય હતા જેમણે ગુલામ ભારતમાં રહીને બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા તો બનાવી પરંતુ અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી.

રણજીત સિંહને ભારતીય ક્રિકેટના જન્મદાતા માનવામાં આવે છે. શરૂઆતી સમયમાં ક્રિકેટ ફક્ત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતો હતો. કોઈને એવી આશા ન હતી કે ભારતમાં જન્મેલા આ ખેલાડીને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળશે. રણજીત સિહંનો રેકોર્ડ પણ ખૂબ જ સારો છે. તેમણે 307 ફર્સ્ટ ક્લાસ રમ્યા છે. તેમાંથી 56 ની એવરેજથી 24692 રન બનાવ્યા છે. જેમાંથી 72 સદી અને 109 અડધી સદી ફટકારી છે.

રણજીત સિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવન સિંહ અને દાદનું નામ ઝાલમ સિહં હતું જેઓ નવાનગરના મહારાજા જામ સાબેહ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા. રણજીત સિહંને બાળપણથી ટેનિસ પ્લેયર બનવું હતું.

ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન  બદલ. 1894માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમના કેપ્ટન તરીકે તેમની પસંદગી થઈ કુંવર રણજીતસિંહની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1859 રમાયેલી ઐતિહાસિક મેચમાં તેમણે ઈંગ્લેન્ડની આબરૃં બચાવી હતી

19 માર્ચ 1907માં નવાનગરના મહારાજા તરીકે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કુશાગ્ર વહીવટ અને વિકાસના કામો કરતા રહી તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડના પક્ષે રહી લશ્કરનો મોરચો પણ સંભાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news