ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી પહોંચી ચુક્યો છે કોરોના, શનિવારે ટીમના એક સભ્યનો ટેસ્ટ,આવ્યો છે કોરોના પોઝિટિવ

ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી પણ કોરોના પહોંચી ચુક્યો છે. શનિવારે ટીમના એક સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આઈપીએલની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થવાની છે અને બીજી તરફ ભારતમાં કોરોનાનુ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે ત્યારે હવે આઈપીએલ પર કોરોનાનો ઓછાયો મંડરાઈ રહ્યો છે

સભ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તે કન્ટેન્ટ મેમ્બર છે અને ક્રિકેટર નથી. આજે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને આઈસોલેટ કરી દેવામાં આવ્યો છે. આ સભ્ય જોકે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ નજીક નહીં ગયો હોવાથી પ્લેયર્સ સુરક્ષિત છે.

બાયોબબલ પછી પણ કોરોના ટીમો સુધી પહોંચી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની પહેલી મેચ 10 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ પર રમવાની છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news