ધોળકા પાસે ઈકો – ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત , ધટના સ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું.

અમદાવાદ (AHMEDABAD) જિલ્લાના નેશનલ હાઈવે (NATIONAL HIGHWAY) સહિત મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન અકસ્માતોનાં (ACCIDENTS) બનાવો બની રહ્યાં છે. ત્યારે અાજે ધોળકાનાં (DHOLKA) વારણાં ગામ પાસે વહેલી સવારે કાર (CAR) અને ટેન્કર (TANKER) વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં પાંચ લોકોનાં ધટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયાં હતાં.

જ્યારે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કોઠ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવતાં આગળની કાર્યવાહી હાથ
ધરી છે.

ઈકો કારનાં કૂરચે કૂચરા ઉડી ગયાં હતાં. તેનાં પરથી જાણી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે. વટામણ ભાવનગર હાઈવે પર આવેલાં વારનાં ગામ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કારમાં સવાર તમામ લોકો મોતને ભેટયાં હતાં. મળતી માહિતી પ્રમાણે મૃતક તમામ ખંભાતનાં રહેવાસી હતાં. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને ખંભાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર , ખંભાત પરિવાર પાલિતાણા દર્શનનાથે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતાં સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.