ઓસ્કાર આફ્ટર પાર્ટીમાં મનુષ્યના વાળથી બનેલા પર્સ સાથે પહોંચી આ એક્ટ્રેસ

    94માં એકેડમી એવોર્ડ ઓસ્કર વિજેતાઓના નામ જાહેર થઈ ચૂકયા છે. એવોર્ડ ફંક્શન પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ વેનિટી ફેર 2022 આફ્ટર પાર્ટીનું (The Vanity Fair 2022 After Party) આયોજન કરવામાં આવ્યું હતું. આ આફ્ટર પાર્ટીમાં આવેલ સેલેબ્સે એકથી ચડીને એક આઉટફિટમાં પોતાનો જલવો બતાવ્યો હતો.અને એક્ટ્રેસ જુલિયા ફોક્સે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેણે આફ્ટર પાર્ટી માટે ડ્રામેટિક દેખાવ કર્યો હતો. પરંતુ જુલિયાના આ લુક કરતા વધુ તેના પર્સે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

    જુલિયા ફોક્સે ઓસ્કર આફ્ટર પાર્ટી માટે ઓફ સોલ્ડર બ્લેક લેધર ડ્રેસ પહેર્યો હતો. તેનો આ ફ્લોર સ્વીપિંગ ફુલ લેધર ડ્રેસ હાન કજોબેનહેવનના સ્પ્રિંગ કલેક્શન 2022માંથી હતો. આ લેધર ડ્રેસની સાથે જુલિયાએ આંખોમાં સિગ્નેચર ચોક બ્લેક લાઈનર લગાવી હતી. તેણે આઉટફિટની સાથે હાથમાં મોજા પહેર્યા હતા અને પર્સ પકડ્યું હતું. તેમજ રસપ્રદ વાત એ છે કે, જુલિયાનાનું આ બ્લેક પર્સ મનુષ્યના રીયલ વાળમાંથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું.

    જુલિયાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લુક અને મેકઅપ વિશે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેણે પોતાનો આઈ મેકઅપ પોતે જ કર્યો છે. જોકે જુલિયાએ પોતાના આઉટફીટ માટે ડીટેલ આપી ન હતી, પરંતુ એટલું જરૂરથી જણાવ્યું હતું કે, તેનું પર્સ મનુષ્યના વાળમાંથી બનેલુ છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.