પાળિયાદ જગ્યાનાં મહંતશ્રી પૂજનિય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થશે

સૌરાષ્ટ્રનાં સુખ્યાત તીર્થ પાળિયાદ વિહળધામ ખાતે ૨૪ જૂલાઇના રોજ ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનિય નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની સાત્વિક સેવા પ્રવૃતિઓ સાથે દિવ્ય ઉજવણી થશે. બા શ્રી ના પ્રાગટ્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેર માટે ભક્તો સંકલ્પ લેશે. જગ્યાની અત્યાધુનિક એવી બણકલ ગૌશાળામાં ગાયમાતાઓને લાપસી પીરસાશે, મહાજન પાંજરાપોળ ખાતે ગાયમાતાઓને લીલો ચારો નાખવામાં આવશે અને જગ્યા દ્વારા સંચાલિત અને પાળિયાદ ની શાળામાં વિદ્યાર્થીઓને પ્રસાદી આપવામાં આવશે.

પૂજ્ય બા ના જન્મ દિવસની ભાવ અને ભક્તિ સાથે ઉજવણી કરવા માટે જગ્યાને સમર્પિત હરિ ભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

અહેવાલ કનુભાઈ ખાચર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.