કિરણ પટેલના કેસમાં થયો મોટો ખુલાસો મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાનો પુત્ર જ નીકળ્યો કિરણ પટેલનો વહિવટદાર

મહાઠગ કિરણ પટેલ આજકાલ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ચર્ચામો વિષય બન્યો છે અને ઠગબાજ કિરણ પટેલની સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં PRO તરીકે ફરજ બજાવતા હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાએ પણ ઝેડ પ્લસ સિક્યુરીટી ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં જલસા કર્યા હતાં અને એવી ચર્ચા થઈ રહી છે કે કિરણ પટેલને રાજકારણીતો ખરાં સાથે સાથે IAS અને અન્ય રાજ્યના અધિકારીઓ સાથે સંપર્ક કરાવવામાં PRO હિતેશ પંડ્યાની ચાવીરૂપ ભૂમિકા રહી છે. એટલું જ નહીં હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યાએ મહાઠગ કિરણ પટેલનો વહિવટીદાર છે. જોકે આ પ્રકરણ ચગતાં હાલ તો મુખ્યમંત્રી કાર્યાલય સામે આંગળી ચિંધાઈ રહી છે.

વર્ષ 2002થી હિતેશ પંડ્યા મુખ્યમંત્રી કાર્યાલયમાં PRO તરીકે કાર્યરત છે. હવે હિતેશ પંડ્યાની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે તેનું કારણ એ છે કે કાશ્મીરમાં પીએમઓના નામે ઝેડ પ્લ્સ સિક્યુરીટી મેળવનારાં કિરણ પટેલની સાથે સાથે અમિત પંડ્યાની પણ પોલીસે અટકાયત કરી છે અને અમિત પંડ્યા ભાજપના મીડિયા સેલમાં કાર્યરત છે, હવે આ સમગ્ર પ્રકરણમાં NIA સહિતની એજન્સીએ પણ ઝુકાવ્યું છે અને ત્યારે હવે આગમી દિવસોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. હાલતો હિતેશ પંડ્યાએ પુત્ર અમિતને છોડાવવા ધમપછાડા કર્યા છે, અને RSSના નેતા- રાજકીય ગોડફાધરોનો આશરો લીધો છે.

સચિવાલયમાં ચર્ચા એવી છે કે હિતેશ પંડ્યાને કારણે જ મહાઠગ કિરણ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયથી પ્રોત્સાહન મળ્યું છે, કિરણ પટેલના મુખ્યમંત્રી કાર્યાલય સાથેના સંપર્કના લીધે અમદાવાદમાં હોટલ હયાતમાં G-20ની બેઠક પણ યોજાઈ હતી. કિરણ પટેલની રાષ્ટ્રપ્રેમ સંસ્થાએ જ આ બેઠકનું આયોજન કર્યું હતું અને એટલું જ નહીં સચિવ ઉપરાંત ગુજરાતના ઉદ્યોગપતિઓએ પણ G-20ની બેઠકમાં હાજરી આપી હતી. જુદા-જુદા ઉદ્યોગોમાં ઉપલબ્ધ તક-પ્રાથમિક્તા વિષય પર કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને હવે આ પ્રકરણ પોકારી રહ્યું છે (ચગ્યું), ત્યારે સરકારના અધિકારીઓએ હાથ અધ્ધર કરી લીધા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.