કોણી અને ધૂંટણની કાળાશને ચપટીમાં દૂર કરી નાખશે..

મોટાભાગનાં લોકો તેમના ચહેરાની ખૂબ જ કાળજી લે છે. પરંતુ કોણી અને ધૂંટણની અવગણના કરે છે. તેનાં કારણે શરીરના અન્ય ભાગોમાં કાળાશ જોવા મળે છે. ખાસ કરીને તેની અસર કોણી અને ધૂંટણ પર વધુ જોવા મળે છે.

લીંબુનો રસ કુદરતી બ્લિચિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને મધ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. એક વાટકીમાં સમાન પ્રમાણમાં લીંબુનો રસ અને મધ લો અને તેને સારી રીતે મિક્સ કરો અને કોણી, ઘૂંટણ અથવા જ્યાં પણ કાળાશ હોય ત્યાં હળવા હાથે મસાજ કરો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. થોડા અઠવાડિયા માટે આનું પુનરાવર્તન કરો, તમે એક મોટો તફાવત જોશો. જો તમે ઈચ્છો તો, તમે તે જગ્યાએ અઠવાડિયામાં માત્ર એક કે બે વાર લીંબુનો રસ લગાવી શકો છો.

બટાકાનો રસ ચામડીનો રંગ હળવો કરવામાં પણ મદદ કરે છે અને કાળાપણું દૂર કરે છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે લોકો ઘણીવાર બટાકાના રસનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તેનો ઉપયોગ કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે પણ કરી શકો છો. તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને 10-15 મિનિટ માટે રાખો. તે પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

નાળિયેર તેલ સ્કિન ટોન પણ હળવો કરે છે. તમે એક ચમચી નાળિયેર તેલમાં લીંબુના થોડા ટીપાં નાખો અને કોણી અને ઘૂંટણની માલિશ કરો. તે પછી તેલ છોડી દો. લગભગ 30 મિનિટ પછી તેને સાફ કરો. થોડા દિવસો સુધી સતત આમ કરવાથી કાળાશની સમસ્યા ઘણી હદે દૂર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news